વીંછી, કાનખજૂરા, મધમાખીના ડંખ ના ઘરેલુ ઉપચાર

 જીવજંતુના ડંખ માટેના ઉપચાર :-

                    અહીં જણાવેલ અલગ અલગ પ્રકારના ઘરેલુ નુસ્ખા છે જેની કોઈ સાઈડ ઇફેસ્ક્ટ થતી નથી અને બીજું કે મોંઘી દવા પીવા કરતા આ નુસ્ખા વધારે સારા અને ઘર બેઠા થઈ જાય છે. તમે પણ જાણો અને તમારા મિત્રો અને સબંધીઓ ને મોકલો જેથી જરૂરી વ્યક્તિને આ માહિતી મળે અને તમને પણ આંગળી ચિંધ્યા નું પુણ્ય મળે.

- મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે.

- મધમાખીના ડંખ ઉપર તપકીર અથવા ઝીણી કરેલ તમાકુ ચોપડવાથી પીડા મટે છે.

- મધમાખીના ડંખ ઉપર મધ ચોપડવાથી અને મધ પાણીમાં નાખી પીવાથી પીડા મટે છે.

- ભમરીનાં ડંખ ઉપર કાંદાનો રસ ચોપડવાથી પીડા મટે છે.

- કાનખજૂરો કાનમાં ગયો હોય તો સાકરનું પાણી કરી કાનમાં નાખવાથી કાન ખજૂરો નીકળી જશે અને આરામ થશે.

- કાનખજૂરાના ડંખ ઉપર કાંદો અને લસણ વાટીને ચોપડવાથી ઝેર ઉતરી જાય છે.

- કોઈપણ ઝેરી જીવજંતુ કરડયું હોય તો તરત જ તુલસીના પાન ને પીસીને તે ડંખ ઉપર મસળવાથી ઝેરની અસર નાબૂદ થાય છે.

- કોઈ પણ ઝેરી જીવજંતુના ડંખ ઉપર મીઠા લીમડાનાં પાન વાટીને ચોપડવાથી ડંખ ની પીડા અને સોજો ઉતરે છે. અને ઝેરની અસર નાબૂદ થાય છે.

- વીંછીના ડંખ ઉપર કાંદો કાપી બાંધવાથી ઝેર ઉતરે છે.

- વીંછીના ડંખ ઉપર મધ ચોપડવાથી બળતરા ઓછી થાય છે. અને ઝેર ઉતરે છે.

- વીંછી કરડ્યો હોય તો ફુદીનાનો રસ પીવાથી કે ફુદીનાનાં પાન ખાવાથી ઝેર ઉતરે છે.

- મચ્છર કે કીડી - મંકોડાના ડંખ ઉપર લીંબુનો રસ ચોપડવાથી પીડા મટે છે. 


તમને આ પણ ફાયદા કારક છે.

कोई टिप्पणी नहीं

Thankyou Dear.... For your best review and For giving your precious Time.

Blogger द्वारा संचालित.