એસીડીટી નિવારણ માટે ઉપચાર (Acidity Treatment)
એસીડીટી નિવારણ માટે ઉપચાર :-
અહીં જણાવેલ અલગ અલગ પ્રકારના ઘરેલુ નુસ્ખા છે જેની કોઈ સાઈડ ઇફેસ્ક્ટ થતી નથી અને બીજું કે મોંઘી દવા પીવા કરતા આ નુસ્ખા વધારે સારા અને ઘર બેઠા થઈ જાય છે. તમે પણ જાણો અને તમારા મિત્રો અને સબંધીઓ ને મોકલો જેથી જરૂરી વ્યક્તિને આ માહિતી મળે અને તમને પણ આંગળી ચિંધ્યા નું પુણ્ય મળે.
- અનાનસના ટુકડા પર સાકર અને મરી ચૂર્ણ ભભરાવીને ખાવાથી એસીડીટી મટે છે.
- સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસીડીટી મટે છે.
- ગાજરનો રસ પીવાથી એસીડીટી મટે છે.
- તુલસીનાં પાનને દહીં કે છાસ સાથે લેવાથી એસીડીટી મટે છે.
- ધાણા અને સૂંઠનું ચૂર્ણ પાણી સાથે લેવાથી એસીડીટી મટે છે.
- આમળાંનો રસ એક ચમયી, કાળી દ્રાક્ષ એક તોલો અને મધ અર્ધી ચમચી ભેગું કરી ખાવાથી એસીડીટી મટે છે.
- આમળાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે એક એક ચમચી લેવાથી એસીડીટી મટે છે.
- લીમડાના પાન અને આમળાનો ઉકાળો બનાવી પીવાથી એસીડીટી મટે છે.
- સતાવરીનું ચૂર્ણ મધ સાથે લેવાથી એસીડીટી મટે છે.
- ગંઠોળા અને સાકરનું ચૂર્ણ લેવાથી એસીડીટી મટે છે.
- સંતરાના રસમાં થોડું શેકેલું જીરું અને સિંધાલૂણ નાખીને પીવાથી એસીડીટી માં ઘણો ફાયદો થાય છે.
- કુમળા મૂળા અને સાકર મેળવીને ખાવાથી એસીડીટી મટે છે.
- સૂંઠ, ખડી સાકર અને આમળાનું ચૂર્ણ મિશ્રણ કરી લેવાથી એસીડીટી મટે છે.
તમને આ પણ ફાયદાકારક છે.
कोई टिप्पणी नहीं
Thankyou Dear.... For your best review and For giving your precious Time.