કબજીયાતથી છુટકારો મેળવવા માટેના ઉપચારો
કબજીયાતથી છુટકારો મેળવવા માટેના ઉપચારો :-
અહીં જણાવેલ અલગ અલગ પ્રકારના ઘરેલુ નુસ્ખા છે જેની કોઈ સાઈડ ઇફેસ્ક્ટ થતી નથી અને બીજું કે મોંઘી દવા પીવા કરતા આ નુસ્ખા વધારે સારા અને ઘર બેઠા થઈ જાય છે. તમે પણ જાણો અને તમારા મિત્રો અને સબંધીઓ ને મોકલો જેથી જરૂરી વ્યક્તિને આ માહિતી મળે અને તમને પણ આંગળી ચિંધ્યા નું પુણ્ય મળે.
- તુલસીના ઉકાળામાં સિંધવ અને સૂંઠ મેળવી ફાકવાથી કબજીયાત મટે છે.
- અજમાનાં ચૂર્ણમાં સંચીરો ( સંચળ ) નાખી ફાકવાથી કબજીયાત મટે છે.
- રાત્રે સૂતી વખતે એકાદ બે સંતરાં ખાવાથી કબજીયાત મટે છે.
- ત્રણ ગ્રામ મેથીનું ચૂર્ણ સવાર-સાંજ ગોળ અને પાણી સાથે લેવાથી કબજીયાત મટે છે.
- અજમો અને સોનામુખી ( મીંઢી આવળ ) નું ચૂર્ણ હૂંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજીયાત મટે છે.
- પાકાં ટમેટાં નો એક કપ રસ પીવાથી આંતરડાનો મળ છૂટો પડી કબજીયાત મટે છે.
- લીંબુનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજીયાત મટે છે.
- ખજૂરની 5 કે 7 પેસીઓ પાણીમાં રાત્રે પલાળી સવારે મસળી ગાળીને આ પાણીમાં એક ચમચી મધ મેળવી પીવાથી કબજીયાત મટે છે.
- નવસેકા પાણીમાં એક ચમચી આદુનો રસ, એક ચમચી લીંબુનો રસ ને બે ચમચી મધ મેળવી પીવાથી કબજીયાત મટે છે.
- કાળી દ્રાક્ષ જોઇતા પ્રમાણમાં રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી સવારે દ્રાક્ષને મસળી, ગાળી, તે પાણી પીવાથી કબજીયાત મટે છે.
- રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં અને રાત્રે દુધમાં બે ચમચી મધ મેળવીને પીવાથી કબજીયાત મટે છે.
- કાંદાને ગરમ રાખમાં શેકી રોજ સવારે ખાવાથી કબજીયાત મટે છે. અને શક્તિ વધે છે.
- કબજીયાત હોય અને ભૂખ ઓછી લાગતી હોય તો સૂંઠ, પીપર, જીરૂં, કાળાં મરી સરખે ભાગે લઈ બારીક વાટી, ચૂર્ણ બનાવી બે ગ્રામ, દરરોજ જમ્યા પછી લેવાથી કબજીયાતમાં ફાયદો થાય છે.
તમને આ પણ ફાયદા કારક છે.
कोई टिप्पणी नहीं
Thankyou Dear.... For your best review and For giving your precious Time.