"તુલસી" - કોરોના વાઇરસથી બચવા તથા રોગ પ્રતિકારક શક્તિ વધારવા.
"તુલસી" - કોરોના વાઇરસથી બચવા તથા રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે તથા સ્વસ્થ રહેવા.
- કોઈ પણ વનસ્પતિ સાથે જેની તુલના ન થઈ શકે તેં છે "તુલસી".
- વાઇરલ ઇન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન, તાવ, શરદી, ઉધરસ, વગેરે રોગોમાં લાભદાયી છે તુલસી.
- તુલસી શરીરમાં રહેલ જીવજંતુ કૃમિને નષ્ટ કરે છે. સર્વ પ્રકારના તાવમા અત્યંત ઉપયોગી થાય છે. શ્વાસની તકલીફમાં પણ તુલસી સારુ એવું કાર્ય કરે છે. માટે જ ચરક સંહિતામાં ચરક ઋષિએ શ્વાસહર દશેમાનિમે તુલસીનું મહત્વ બતાવ્યું છે.
- રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તુલસી શ્રેષ્ઠ બતાવેલ છે. માટે હાલ ચાલી રહેલા કોરોના વાઇરસ સામે લડવા માટે તુલસી સારુ એવું ઔષધ છે.
તુલસી વિશે તો જેટલું કહીએ તેટલું ઓછું અને તેનાં ફાયદા પણ અનેક છે.
"કપૂર તુલસી" એક પ્રકારની તુલસીની જાત છે. જે કોઈ પણ વાઇરસ સામે લડવાનો મહત્વનો ગુણ ધરાવે છે. આ અનેક રોગોને દુર કરવા માટે ખુબજ ઉપયોગી છે.
- કપૂર તુલસી, શ્યામ તુલસી, રામ તુલસી આ ત્રણેય તુલસીના મિશ્રણની સાથે ગીલોઇ(ગળો) ભળી જાય તો અમૃત તુલ્ય થઈ જાય.
દરરોજ બે થી ત્રણ તુલસી ના ખાવાથી આપણું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે. અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. આપણા સૌના આંગણા માં તુલસી નો છોડ હોય જ છે અને જેના ઘર માં તુલસી ના હોય તેનાથી મોટો અભાગીયો કોઈ ના હોઈ શકે. કારણ કે તુલસી માત્ર આપણા શરીર માટે ફાયદા કારક છે એવું જ નહિ પરંતુ આપણા ઘર માટે લક્ષ્મી સમાન છે. જુના જમાનામાં આંગણા માં એક તુલસી નો છોડ હોતો જ તે, જે ઘર ની શોભા વધારે છે. આમ તુલસી એક ફાયદા કારક ઔષધિ ગણાય છે.
कोई टिप्पणी नहीं
Thankyou Dear.... For your best review and For giving your precious Time.