શરીરની "અશકિત અને નબળાઈ" ઘર બેઠા દૂર કરવા માટેના ખાસ પ્રયોગ

શરીરની "અશકિત અને નબળાઈ" ઘર બેઠા દૂર કરવા માટેના ખાસ પ્રયોગ :-

  • જમ્યા પછી દરરોજ રાત્રે 1 કેળું ખાવું, જેથી શરીર ના હાડકા મજબૂત થાય છે અને તંદુરસ્તી વધે છે કેળા જેવી શક્તિ બીજા કોઈ ફળ માં નથી.

  • લાલ ગાજર નો રસ આપણાં શરીરને ત્વરીત શક્તિ આપે છે, તેથી કોઈ મોંઘુ અને શરીર ને હાનિ પહોંચાડે તેવા ડ્રિન્ક પીવા કરતા લાલ ગાજર નો રસ પીવો વધું ફાયદા કારક છે.

  • એક કપ ગાયના દુધમાં એક ચમચી મધ નાખી ને પીવાથી શરીરની અશકિત દૂર થાય છે અને તાકાત વધે છે.

  • અંજીરને દુધમાં ઉકાળી આ દુધ પીવાથી શક્તિ પણ વધે છે અને સાથે સાથે લોહી પણ વધે છે, આમ એક તિર થી બે નિશાન વીંધાય છે.

  • મોસંબીનો રસ પીવાથી શરીરની નબળાઈ દૂર થાય છે.

  • દુધમાં બદામ, પીસ્તાં, એલચી, કેસર અને સાકર નાખી ઉકાળીને પીવાથી ખૂબ શક્તિ આવે છે.

  • ફણગાવેલા ચણા રોજ સવારે ખૂબ ચાવીને ખાવાથી શરીર બળવાન અને પુષ્ટ બને છે, ચણા શરીર ને પચે તેટલા જ ખાવા.

  • પાંચ પેશી ખજૂર ઘી માં સાંતળીને ભાત સાથે ખાવાથી અને અર્ધા કલાક ઊંઘ લેવાથી નબળાઈ દૂર થઈ શક્તિ અને વજન પણ વધે છે. 

                    આ માહિતી ઘણા ને ઉપયોગી થઈ શકે છે જેથી તમારા મિત્રો ને મોકલો અને આંગળી ચીંધ્યાનું પુણ્ય મેળવો.


તમારા માટે આ માહિતી પણ ખાસ છે.

कोई टिप्पणी नहीं

Thankyou Dear.... For your best review and For giving your precious Time.

Blogger द्वारा संचालित.