આંખ આવેલી હોય, નંબર ઉતારવા હોય તેને માટેના ઘર બેઠા ઉપાય

 આંખ આવેલી હોય કે નંબર ઉતારવા હોય તો તેને માટેના ઉપચાર :- 

                    અહીં જણાવેલ અલગ અલગ પ્રકારના ઘરેલુ નુસ્ખા છે જેની કોઈ સાઈડ ઇફેસ્ક્ટ થતી નથી અને બીજું કે મોંઘી દવા પીવા કરતા આ નુસ્ખા વધારે સારા અને ઘર બેઠા થઈ જાય છે. તમે પણ જાણો અને તમારા મિત્રો અને સબંધીઓ ને મોકલો જેથી જરૂરી વ્યક્તિને આ માહિતી મળે અને તમને પણ આંગળી ચિંધ્યા નું પુણ્ય મળે.

- માતાના ધાવણનાં આંખમાં પોતા મૂકવાથી આવેલી આંખ મટે છે.

- ઘેટીના દુધનાં પોતા આંખ ઉપર મૂકવાથી આંખ મટી જાય છે.

- બહેડાની છાલ પાણીમાં ઘસી તેમાં મધ મેળવીને આંજવું.

- ત્રિફલા ચૂર્ણને પાણીમાં પલાળી પાણી નિતારીને આંખે છાંટવાથી આંખના તમામ રોગો મટે છે.

- કુંવાર પાઠાનું લાબળું આંખમાં આંજવાથી આવેલી આંખ મટે છે.

- સ્વમૂત્રનો છંટકાવ આંખો પર કરી થોડીવાર પછી ઠંડાપાણીથી આંખો સાફ કરવાથી આંખો ચોખખી થાય છે.

- કોથમરી નો રસ કાઢી, ચોખ્ખા કપડાથી ગાળી તેનાં બબ્બે ટીપાં આંખમાં નાખવાથી દુઃખતી આંખો સારી થાય છે. ખીલ, ફુલું, છારી વગેરે મટે છે, ચશ્માના નંબર ઊતરે છે.

- સરગવાનાં પાનના રસમાં મધ મેળવી આંખમાં આંજવાથી આંખના દરેક પ્રકારના રોગો મટે છે. અને આંખનું તેજ વધે છે.

- આંખ લાલ રહેતી હોય તો આંખમાં ગાયનું ઘી આંજવાથી રતાશ દૂર થાય છે.

- આંખમાં કચરો, ચૂનો કે આંકડાનું દુધ પડે તેની બળતરામાં આંખમાં દિવેલ આંજવાથી આરામ થાય છે.


તમને આ પણ ફાયદા કારક છે.

कोई टिप्पणी नहीं

Thankyou Dear.... For your best review and For giving your precious Time.

Blogger द्वारा संचालित.