આરોગ્ય સાચવવાના ઘરેલુ સોનેરી સુત્રો (Best Tips For Health)
આરોગ્ય સાચવવાના સોનેરી સુત્રો :-
અહીં જણાવેલ અલગ અલગ પ્રકારના ઘરેલુ નુસ્ખા છે જેની કોઈ સાઈડ ઇફેસ્ક્ટ થતી નથી અને બીજું કે મોંઘી દવા પીવા કરતા આ નુસ્ખા વધારે સારા અને ઘર બેઠા થઈ જાય છે. તમે પણ જાણો અને તમારા મિત્રો અને સબંધીઓ ને મોકલો જેથી જરૂરી વ્યક્તિને આ માહિતી મળે અને તમને પણ આંગળી ચિંધ્યા નું પુણ્ય મળે.
- રોજ સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને શૌચ જવું તથા સ્વચ્છ પાણીથી સ્નાન કરવું.
- બાવળ અથવા લીમડાનું દાતણ કરવું. તાજી હવામાં ફરવું, બની શકે તેટલો વ્યાયામ કરવો.
- ભોજન, ભોજનાલય અને ભોજન બનાવનાર, ખૂબજ સ્વચ્છ હોવા જોઈએ.
- શાકભાજી તાજાં અને સ્વચ્છ લેવા.
- પાણી ભરવાનાં વાસણ અને પાણીની ખૂબજ સ્વચ્છતા રાખવી.
- પાણીને બે વખત સ્વચ્છ ગળણા વડે ગાળવું જોઈએ, આસપાસ કોઈ પ્રકારનો રોગ હોય તો ઘરના બધા માણસોએ ઉકાળીને ઠારેલું પાણી પીવું જોઇએ.
- રહેવાનું મકાન સ્વચ્છ, હવા, પ્રકાશ અને સૂર્યનો તાપ આવી શકતો હોય એવું હોવું જોઈએ.
- સવારે પેટ સાફ ન હોય તો સવારનો નાસ્તો ના કરશો.
- જમ્યા પહેલા અને જમ્યા પછી, ખૂબ પાણી પીવાનું ના કરશો.
- જમીને તરત જ દોડવું અને અતિશ્રમનું કામ ના કરો.
- સ્વાદિષ્ટ ભોજનથી પેટ, ઠાંસીને ભરવાનો વિચાર ના કરશો.
- ખાટલે થી પાટલે અને પાટલે થી ખાટલે તેવું પ્રમાદી જીવન ના જીવો.
- ઘણા માણસો સોડ માથાથી પગ સુધી કરી સુઈ જાય છે આ રીત ખરાબ છે તે ત્યજવી જોઈએ.
- શ્વાસ લેવાની ટેવ નાકથી જ પાડવી.
- વસ્ત્રો અસ્વચ્છ અને બહુ તંગ ન પહેરવા.
- ઋતુ ઋતુનાં તાજાં ફળો ખૂબ જ પોષણ આપનારાં હોય છે તે ખાવાં ખુબ ફાયદા કારક છે.
- જમીને તરત જ સ્નાન ના કરવું. ખાધા પછી વ્યાયામ કરવો નહિ.
- મોડી રાત્રીએ ફરસાણ કે મિષ્ટાન ખાવાનું ના રાખશો.
- આંખ સારી રાખવા, ઝાંખા પ્રકાશે કે સુતા સુતા વાંચન ના કરશો.
- મન અને યૌવનને ઉશ્કેરે એવું ગંદુ સાહિત્ય કદી પણ ન વાંચવું.
- સંધ્યા સમયે લેખન - વાંચન બંધ કરવું.
- શરીર પર ખૂબ તેલ ચોળી પછી સ્નાન કરવું "બે મિનિટમાં સ્નાન કરીને ઉભા થવું, એ તો નાહવાની મશ્કરી છે."
- ઘરમાં ચારે તરફ થુંકવું નહીં તેમજ નાક પણ સાફ ન કરવું.
- જમતા પહેલા હાથપગ અવશ્ય ધોવા.
- કાન ખોતરવા નહીં, દાંતને બરાબર સ્વચ્છ રાખવાં.
- વ્યસનોના ગુલામ કદી ન બનો.
- દિવસે, પવિત્ર સ્થળે, જળમાં, પરબના દિવસે, સ્નાન ઘાટે, ચોરે, યાત્રાના સ્થળે વિષય ભોગ ન કરવો જોઈએ.
- પાણીએ તૃષા છીપાવનાર પદાર્થોમાં સર્વશ્રેષ્ઠ છે.
- શરીરને સુંદર કરવામાં વ્યાયામ સર્વોકૃષ્ટ છે.
- ખોરાક ખૂબ જ ચાવવો જોઈએ "ખોરાક પીઓ અને દુધ ચાવો" અર્થાત્ ખોરાકને ખૂબ ચાવીને પ્રવાહી બનાવી દો અને દુધ ધીરે - ધીરે પીઓ.
- શરીરને દુર્બળ બનાવનારાં કાર્યોમાં સહુથી મોટું મૈથુન છે.
- સમજપૂર્વકનું ભોજન આરોગ્યને વધારે છે.
- ભૂખ વગરનું જમવું એટલે શરીરને હાથે કરીને નબળું બનાવવું.
- સંતોષ જેવું કોઇ સુખ નથી અને લોભ જેવી દુઃખદાયક વસ્તુ કોઈ નથી.
- દુધ સાથે લસણ, ડુંગળી કે ગોળ, ખાવાનું મન ના કરશો.
- દુધ સાથે મૂળા, મીઠું અને તુલસી ખાવાનું ના કરશો.
- ઘી અને મધ સરખા પ્રમાણે ભેળવી ખાવાનું ના કરશો.
- મધ ને કદી પણ ગરમ કરી ખાવાનું ના કરશો.
- ખાટા ફળોને ગરમ કરી, ખાવાનું ના કરશો.
- ક્રોધ, લોભ, ભય, નિંદા, ચિંતા, કામ, મોહ વગેરે વૃતિઓ રોગને ઘસડી લાવે છે.
- હાસ્ય સાથે આનંદ, સંતોષ અને સંયમ મેળવવાનો જેટલો પુરુષાર્થ કરશો તેટલું તમે આરોગ્ય પ્રાપ્ત કરશો.
તમને આ પણ ફાયદા કારક છે.
कोई टिप्पणी नहीं
Thankyou Dear.... For your best review and For giving your precious Time.