ભણતર સાથે ગણતર કોને કહેવાય.....
ભણતર સાથે ગણતર કોને કહેવાય.....
તેની થોડી ઝલક જુઓ,વિચારો,અપનાવો....
આ વર્ષે આમ જુઓ તો સળંગ છેલ્લા ઘણાં મહિનાઓથી સ્કુલ કોલેજો બંધ છે.ઓનલાઈન શિક્ષણ તેમજ વેબિનારથી કંઈક અંશે શિક્ષણ અને તાલીમ કાર્યક્રમો થઈ રહ્યા છે.તમારા બાળકોની એક સર્વાંગી કેળવણીના ભાગરૂપે નીચે મુજબની પ્રવૃત્તિ વડીલો અને જાણકારોની મદદથી કરાવી બાળકો તેમજ મોટાઓને પણ તાલીમ આપો.આવી અનેક પ્રવૃત્તિ તમે પણ શોધી કાઢો જેથી મોબાઈલ,ગેમ અને ટીવીથી અલગ રીતે સમય પસાર થાય.
આવો તેમની કંઈક પ્રવુતિઓ આપણે અહીંયા જોઈએ.....
- બાળકોને ચોપડીનું પૂંઠું ચડાવતાં શીખવાડો.
- બાળકોને છાપામાંથી પડીકું બનાવી તેમાં વસ્તુ રાખીને કેમ વાળી શકાય? તે સમજાવો.
- દીવાલ,ચપ્પલ, ફર્નીચરમાં ખીલી કે સ્ક્રુ કેમ લગાવાય તે શીખવાડો.
- ઈસ્ત્રી, કુકર, ગીઝર, મિક્સર, ઓવન, સૂર્યકુકર, ઘરઘંટી, વોશિંગ મશીન નો ઉપયોગ કરતા શીખવાડો.
- વીજળીનો ફ્યુઝ ઉડી ગયો હોય તો કેમ બંધાય તેની જરૂરી જાણકારી આપો.
- ગેસનું સીલીન્ડર કેમ ફીટ કરાય, કઢાય તે ખોલ ફીટ કરી તેની પાસે કરાવડાવો .
- રેલ્વે, બસોનું સમયપત્રક કેમ જોવાય તેમજ ઓનલાઈન બુકિંગ કેમ કરાય શીખવાડો.
- કચરો વાળતા આવડે, ક્યાં કેવી સાવરણી વપરાય, કયા સાવરણો વપરાય એ સમજાવો.
- પોતું કરતા આવડે, બાથરૂમ -સંડાસ, એસીડ, ફીનાઇલ, પાવડરથી કેમ સફાઈ કરાય તેવી તાલીમ આપો.
- કપડા ધોતા, ગળી કરતા શીખવાડો, સુતરાઉ, રેશમી, નાયલોન, ગરમ, ખરબચડા, નાના - મોટા, સફેદ રંગીન વગેરે વિવિધ પ્રકારના કપડા ધોવામાં શો ફેર છે ? તેની પ્રેક્ટીકલ સમજણ આપો.
- શાકભાજી, અનાજ, કરિયાણું મસાલા કેમ ખરીદાય, શાક કેમ સુધારાય એની તાલીમ સમજણ આપો.
- ફૂલોની માળા કે આસોપાલવનાં તોરણ બનાવતા શીખવાડો.
- ચેક લખતા, બેંકમાં સ્લીપ ભરતા, બેન્કિંગ વ્યવહારો કરતા અને યોગ્ય રીતે સરનામું લખતા શીખવાડો.
- નકશાનો અભ્યાસ કરી શહેર, જીલ્લા - રાજ્ય, દેશ -દુનિયાની ભૌગોલીક સ્થિતિ નક્કી કરતાં સમજાવો.
- શેરડીનો સાંઠો છોલતાં, સૂડી, દાતરડું, પકકડ - પાનાનો પરિચય તેમજ ઉપયોગની તાલીમ આપો.
- વણવપરાયેલ નોટ, ચોપડાનાં પન્નામાંથી રફ ચોપડો કેવી બનાવાય ? ફાઈલ કેવી રીતે કરાય, તે શીખવાડો
- કઈ ઋતુમાં કયા શાકભાજી, ફ્રુટ, અનાજ, તેલ મળે તેની જાણકારી આપો.
- શેતરંજી, પથારી કેવી રીતે પથરાય તેની પ્રત્યક્ષ તાલીમ આપો.
- પોતાનો તેમજ પોતાના પરિવાર નો યોગ્ય તેમજ સન્માન પૂર્ણ રીતે પરિચય કેમ અપાય એ સમજાવો.
- બુટ પાલિશ કરતા, કપડાની ઘડી કરતા, સંકેલતા આવડે એ પણ જરૂરી છે.
- કુંડામાં કે જમીનમાં છોડ કેવી રીતે રોપાય, તેની માવજત કેવી રીતે થાય, પાણી કેવી રીતે પવાય તે જાણકારી આપો.
- ઇંચ, ફૂટ, મીટર, ઉચાઈ, લંબાઈ કેવી રીતે મપાય ? જુદા જુદા વજનની સમજુતી તેમજ સંબંધની જાણકારી આપો.
- ગાતાં, દોડતાં, ચિત્રકામ, રંગોળી, અક્ષરોનું પેન્ટીંગ અને સુંદર અક્ષર લેખનની તાલીમ આપો.
- નળનાં આંટા કે કનેક્શનની પાઈપ કે પાણીની ઘરેલું વ્યવસ્થામાં ટપકતું પાણી બંધ કરવા બાબતની કામગીરી પ્રત્યક્ષ સમજાવો.
- સોય દોરીથી કપડા સાંધતા, જુના કપડામાંથી ઘર ઉપયોગી વસ્તુ બનાવતા શીખવો.
- પાનું - પકકડ કે રીપેરીંગના ઓજારોનો ઉપયોગ કરતા આવડવો જોઈએ.
- કોશ - કોદાળી, દાતરડું, કાતર, કુહાડી, ખરપીયું, ત્રિકમ, તગારાને ઓળખાવો અને ઉપયોગ કરાવો.
- કઈ ઓફીસમાં કયુ કામ થાય તેની સીસ્ટમની સ્થળ પર લઈ તાલીમ આપો.
- તમારા ગામની સરકારી અર્ધ સરકારી તેમજ બેન્કિંગ સંસ્થા તેમજ મોટી કંપનીની જાણકારી અને મુલાકાત કરાવો.
- જરૂરી ઘરના કાગળો, સર્ટીફીકેટ, દસ્તાવેજોને યોગ્ય રીતે ફાઈલ કેમ કરાય તેની સમજ આપો.
- સગા - સંબંધી, મિત્રો, ધંધાના ભાગીદાર ભાઈઓનાં કોન્ટેક નંબર સરનામાંની ડાયરી બનાવરાવો.
- તમારા, તમારા પત્નિપક્ષનાં તમામ સગાનો એક ચાર્ટ બનાવી પરિચય આપો અને એમની વિશેષતાઓ બતાવો.
સૌથી વધુ આપણે એ વિચારવાનું છે કે,આજકાલ વિદ્યાર્થી અને યુવા વર્ગમાં એકાગ્રતા, સ્મરણશક્તિ તેમજ માનસિક સંતુલનની ખુબ જરૂર છે. તેથી ધ્યાન શિબિરોમાં મોકલવા, તેનો નીયમિત અભ્યાસ સતત કરાવવો, જેથી બાળમાનસમાં મૂળથી સમજણ, ગંભીરતા, ઊંડાણ મુલ્યો આવશે.
આ નાની નાની વાતોની તાલીમથી બાળક તેમજ મોટાને પણ પરિવારલક્ષી, સમાજલક્ષી, જીવનલક્ષી અનુભૂતિથી જાણકારી મળશે. અહી આપેલ મુદ્દાને દરરોજ થોડા થોડા કરી જુદી જુદી વ્યક્તિ પાસે સમજણ તાલીમ અપાવવી, જે સહુને માટે એક અદભુત અનુભવ બની રહેશે.
આ પણ ખાસ જુઓ.......
कोई टिप्पणी नहीं
Thankyou Dear.... For your best review and For giving your precious Time.